138 ના માવા ને લઈને બજારમાં ફેલાની મોટી અફવા,જાણો એનો પાછળ નું સત્ય

281

તમાકુ પર જીંકાયેલા સેસ વધારાના પગલે આવતીકાલથી 138 તમાકુ નહીં મળે તેવી બજારમાં અફવા ફેલાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે,આ અંગે હજી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી. વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા આગામી પગલાં જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. એકાદ અઠવાડિયા પૂર્વે તમાકુ પર લગાવવામાં આવતી સેસ માં વધારો કરાયો હોય.

138 તમાકુ પર વધુ સેસ લાગવાની હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેને કારણે કંપની દ્વારા તમાકુ ઉત્પાદન બંધ કરી દેવામાં આવે તેવી અફવાઓ વહેતી થઈ છે.

જોકે,અંદરખાને આ વાત ખૂબ પસરી હોય, લાગતા-વળગતા વેપારીઓએ તમાકુનો સ્ટોક પણ કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ એવી પણ વાત મળી છે કે, સેસ વધારા બાદ હવે શું કરવું તે અંગે કપની દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે 138 તમાકુ પર 160 ટકા સેસ લાગે છે. હજુ પણ જો સેસ વધશે તો બંધાણીઓ ના ખિસ્સા હળવા થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!