ગુજરાત રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠક 2017 માં કોંગ્રેસને ફાળે ગઈ હતી જોકે આઠ બેઠકો પૈકી બે બેઠકો કપરાડા અને ડાંગ એવી હતી કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર 170 અને 768 મતે વિજયી બન્યા હતા. ભાજપ આ બંને બેઠકો પર કોંગ્રેસના આયાતી ઉમેદવાર જીતુ ચૌધરી અને મંગળ ગાવિત ને ટિકિટ આપશે તો પરિણામ ભાજપની વિરુદ્ધ જઈ શકે છે, કેમ કે આ બન્ને બેઠકોના ભાજપ ના હારેલા ઉમેદવારો માધવ રાઉત અને વિજય પટેલ નિષ્ક્રિય બને તેવી સંભાવના છે. એવી જ રીતે મોરબીમાં કાન્તિ અમુતિયાને માત્ર 3419 મતોને સરસાઇથી કોંગ્રેસના બ્રિજેશ મેરજા હરાવ્યા હતા.
ભાજપના અમૃતિયા ચૂંટણી પ્રચારથી અલિપ્ત જોવા મળી રહ્યા છે, કારણ કે ભાજપ બ્રિજેશ મેરજને ટિકિટ આપવાનો વાયદો કરી ચૂકી છે. ધારી માં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 15336 માટે હરાવીને કોંગ્રેસના જેવી કાકડિયા વિજય બન્યા હતા. જો ભાજપ તેમને ટિકિટ આપશે તો તેઓ જીતી શકે તેમ છે. અબડાસામાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા એ 9746 મતોની સરસાઇ ધરાવી ભાજપના છબીલ પટેલને હરાવ્યા હતા. છબીલ પટેલ ક્યાંય નથી તેથી ભાજપ માટે પ્રદ્યુમનસિંહ તારણહાર બની શકે છે.
લીંબડીમાં કોંગ્રેસના સોમાભાઈ પટેલે ભાજપના કિરીટસિંહ રાણા ને 14651 મતોની સરસાઇથી હરાવ્યા હતા પરંતુ આ વખતે મેદાનમાં કિરીટસિંહ ના ચાન્સ વધારે છે. ભાજપ સોમાભાઈ ની ટિકિટ આપવાની નથી અને ગઢડામાં પણ 2017માં કોંગ્રેસના પ્રવીણ મારુ 9424 મતોથી.
તેમજ કરજણમાં અક્ષય પટેલ 3564 મતોની સરસાઇથી ચૂંટણી જીત્યા હતા અને બન્ને ઉમેદવારો એ અનુક્રમે ભાજપના આત્મારામ પરમાર અને સતીશ પટેલને હરાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment