તહેવારની સીઝનમાં ગૃહ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે કે સિંગતેલના ભાવમાં આજરોજ રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે.15 કિલો માં ડબ્બાના ભાવ 2200 રૂપિયા પહોંચ્યા છે ત્યારે હજુ સિંગતેલના ભાવ ઘટે તેવી ગૃહિણીઓમાં કરી રહી છે.છેલ્લા ઘણા સમયથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો પરંતુ સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતાં સીંગતેલ ના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવ 200 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.સિંગતેલના છેલ્લા એક અઠવાડિયામાં રૂપિયા 200નો ઘટાડો નોંધાયો છે અને વેપારી લોકોનું કહેવું છે કે, સીંગતેલની ડિમાન્ડ ઘટી છે.આ વર્ષે વરસાદના કારણે મગફળીના પાકમાં પણ પ્રકારનું નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક પણ વધુ જોવા મળી રહી છે. જોકે મગફળીના ભાવમાં 100 થી 150 રૂપિયા ઘટ્યા હોવાથી પીલાણ માટે મગફળી મિલોમાં આવી રહી છે.
ચીન દ્વારા ખરીદી કરતું સીંગતેલ ની માંગમાં ઘટાડો થતા તેની અસર પણ જોવા મળી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment