સ્થાનિક બજારોમાં સિંગતેલના ભાવ હાલમાં વધ્યા છે. સીંગતેલની ડિમાન્ડ વધતા 20 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલ ના નવા ડબ્બાના ભાવ 2240 થી વધીને 2260 રૂપિયા થયા છે. દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ભાવમાં મોટો વધારો થયો છે તો સાથે જ કપાસિયા તેલના ડબ્બાના ભાવ માં રૂપિયા 10 થી 15નો વધારો થયો છે. રાજકોટ માર્કેટમાં છેલ્લા બે દિવસમાં સીંગતેલમાં ભાવમાં 70 થી 90 નો વધારો થયો છે.
યુરોપિયન દેશો દ્વારા સિંગદાણા ને બદલે સિંગ તેલની ખરીદી કરતા તેની ડિમાન્ડ અચાનક વધી છે.સીંગતેલની ડિમાન્ડ વધતા અને મગફળીના દાણા ની ગુણવત્તા હલકી જોવા મળતા ભાવમાં વધારો થયો છે.આગામી દિવાળીના તહેવારને લઈને માર્કેટ યાર્ડ માં રજા હોવાથી મગફળી ખરીદી થઇ શકે તેમ નથી. સિંગતેલના ડબ્બાના.
22000થી 2300 રૂપિયા સુધી પહોંચ્યો છે.ત્યારે કપાસિયા તેલનો ભાવ 1610 થી 1700 સુધી પહોંચ્યો છે.મગફળી ની તીવ્ર અછત અને નજીકમાં આવી ગયેલા તહેવારોના કારણે સીંગતેલમાં તેજીનો માહોલ સર્જાયો છે.
અને હાલમાં મગફળીના માલ પર પકડ વધતા બજારમાં મળતો ઓછો થઈ ગયો છે. આ માત્ર સીંગતેલ જ નહીં પણ અન્ય ખાદ્ય તેલ માં પણ કડાકો જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉક” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment