ગુજરાતીઓ માટે નવરાત્રિનો તહેવાર ખાસ ગણાય છે. એક મહિના પહેલાથી ખેલૈયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી સહિત ની તૈયારીઓમાં લાગી જતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર નવરાત્રિ ને મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના પગલે તમામ ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે ત્યારે નવરાત્રી ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.સતત બીજા વર્ષે પણ ગરબા થી વંચિત રહેવું પડી શકે છે.આ વર્ષે પણ મોટા આયોજકો ગરબા રમાડશે નહીં.
જોકે હાલમાં દેશમાં કોરોના ની ત્રીજી લહેરને લઈને આ આ વર્ષે પણ ગરબામાં સામાજિક અંતર શક્ય નહીં હોવાનું આયોજક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને ઓછા ખેલૈયાઓ સાથે નું આયોજન પોસાય તેમ નથી.સૂત્ર અનુસાર રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને આધીન નિર્ણય લેશે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. અમદાવાદની પ્રતિષ્ઠિત કલબોએ નવરાત્રીનું આયોજન રદ કર્યું છે.
રાજપથ, કર્ણાવતી સહિતની ક્લબોએ નવરાત્રિનું આયોજન રદ કર્યું છે. સરકારે જાહેર કાર્યક્રમમાં 400 લોકોને મંજૂરી આપી છે. નવરાત્રિમાં શેરી ગરબાને છૂટછાટ મળી શકે છે પરંતુ પાર્ટીપ્લોટમાં યોજાતી નવરાત્રિને પરમિશન મળી શકે તેમ લાગતું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment