આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાથમિક શાળા શરૂ કરવી,વાયબ્રન્ટ સમિતિ,
આત્મનિર્ભર યાત્રા દિવાળી બાદ કોરોના કેસમાં વધારા સહિતના અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.કેબિનેટ બેઠક બાદ જીતુ વાઘાણી પ્રાથમિક શાળા, ગ્રામીણ વિકાસ યાત્રા, નિરામય યોજના
તેમજ અન્ય ચર્ચાયેલી નિર્ણયો વિશે માહિતી આપી હતી. હાલ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું પણ કોરોના કાળથી શરૂઆતથી જ પ્રાથમિક ધોરણ 1 થી 5 ની શાળાઓ બંધ છે ત્યારે કેબિનેટ બેઠક
બાદ આ ધોરણની શાળા શરૂ કરવાના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આપ્યા છે.મહત્વનું છે કે કોરોના મહામારી પછી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થઈ શક્યા નથી.
ધોરણ 6 થી 8 ના વર્ગો પણ શાળાઓ સાથે ઓનલાઇન પણ ચાલે છે. ત્યારે આગામી દિવસોમાં કોરોના ના કેસો ઘટતા ધોરણ 1 થી 5 ની ઓનલાઇન વર્ગો શરૂ કરવા સરકાર વિચારણા કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment