પેટ્રોલ અને ડીઝલ ને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો આજનો પેટ્રોલ ડીઝલનો ભાવ…

સમગ્ર દેશના કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દેશની જનતાને કોરોનાની મહામારી ના સાથે મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે.

ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરીએ તો મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે અને ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા થોડાક સમયથી કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.

આજ પણ સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઇ પણ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. આજે દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.87 રૂપિયા નોંધાયો છે.

મુંબઈ ની વાત કરીએ તો મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.83 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 97.45 રૂપિયા નોંધાયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.

પેટ્રોલ અને ડીઝલમાં ફેરફાર ની વાત કરીએ તો દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચાઓ જોડાઈને ભાવ બમણો થઈ જાય છે..

ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.54 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.71 રૂપિયા નોંધાયો છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.39 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.59 રૂપિયા નોંધાયો છે.

વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.09 હજાર રૂપિયા અને ડીઝલ નો ભાવ 96.25 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.25 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 96.45 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*