કૃષિ કાયદા મુદ્દે સરકાર માં માથાકૂટ ચાલુ છે ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર શનિવારે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર ને મળ્યા હતા. બન્ને નેતાઓએ કૃષિ કાયદા અંગે ચર્ચા કરી અને કૃષિ પ્રધાને મળ્યા બાદ સીએમ એ કહ્યું કે એક બે દિવસમાં આનો ઉકેલ મળી જશે. મનોહરલાલ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ મળવાના છે. સીએમ મનોહરલાલ કહ્યું કે મારું માનવું છે.
કે સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી બે-ત્રણ દિવસમાં વાતચીત થઈ શકે છે. ખેડૂતોનો વિરોધ નો ઉકેલ ચર્ચા દ્વારા લાવવો જોઈએ.મુખ્યમંત્રીએ કહ્યું કે આ મુદ્દાને જલ્દીથી હલ કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે મડાગાંઠ છે.
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરુદ્ધ દિલ્હીની બોર્ડર પર ખેડૂતો છેલ્લા 24 દિવસથી વિરોધ કરી રહ્યા છે. હજારો ખેડૂત દિલ્હી બોર્ડર પર પોતાની બેઠક જમાવીને બેઠા છે.
કાયદો રદ કરવામાં આવે તો જ વાત આગળ શક્ય છે. આ ખૂબ જ મહત્વના સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment