ભારતમાં કોરોનાવાયરસ ના કેસ 83 લાખના આંકડાને વટાવી ચૂક્યા છે જ્યારે દેશમાં કોરોના થી મૃત્યુ પામનાર દર્દીની સંખ્યા 1 લાખ 24 હજારને પાર પહોંચી ચુકી છે.અત્યાર સુધી ગુજરાતમાં કોરોના ના કેસ માં ઘટાડો નોંધાઈ રહ્યો હતો જે કે હવે ગુજરાતમાં કેસ વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોના નું સંક્રમણ અમદાવાદ,સુરત, રાજકોટ અને વડોદરામાં ફેલાઈ રહ્યું છે.
ગુજરાત રાજ્યમાં મહત્વની વાત એ છે કે રીકવરી રેટ 90 ટકા ને આર પહોંચી ચૂક્યો છે.દિવાળીના તહેવારની સિઝન શરૂ કરતા ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ને લઈને ચિંતામાં વધારો થયો છે. સીઝન શરૂ થતાં જ ગુજરાતમાં કોરોનાવાયરસ ના આંકડાઓને લઇને મોટો સમાચાર સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા થોડાક દિવસ બાદ કોરોનાવાયરસ ના છેલ્લા 24 કલાકના આંકડા એક હજારને પાર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકના ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ નો આંકડો 1035 નોંધાયો છે.
કોરોના ના કારણે ધંધો કરતા લોકો અને વિદ્યાર્થીઓના ભણતર ઉપર ખૂબ જ ખરાબ અસર પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment