ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા ત્રણથી ચાર દિવસમાં વરસાદ અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ભારતીય મોસમ વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ દેશના કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડશે તે માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
IMD નું કહેવું છે કે ઓડિશાના સમુદ્ર તટ પર પણ થયેલા ડિપ્રેશનના કારણે 18 સપ્ટેમ્બરના રોજ ભારતના 13 રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત IMD ના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણથી ચાર દિવસ ધોધમાર વરસાદ પડી શકે છે.
લો પ્રેશર સક્રિય થવાના કારણે વરસાદ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ વળશે. આ ઉપરાંત છેલ્લા ત્રણથી ચાર દિવસથી ઓડિશામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
અને ઓડિશામાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ મન મુકીને વરસી શકે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભારે વરસાદના કારણે જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણા લોકોના જનજીવન માં ખૂબ જ નુકસાન થયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે. કેટલી તાલુકામાં 20 ઈંચ જેટલો વરસાદ પડવાના કારણે પરિસ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment