સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાંને અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં જાણે ચોમાસાની સિઝન ચાલુ હોય તેમ વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજનો દિવસ વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં રહેશે અને આવતીકાલથી તેનું પ્રમાણ ઘટશે.આવતીકાલે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 117 તાલુકામાં સામાન્ય ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર માં પાંચ ઈંચ, પંચમહાલ જિલ્લાના ચાર ઇંચ, સુરત જિલ્લાના કામરેજમાં સાડાત્રણ ઈચ, તાપી જિલ્લાના વાલોડમાં અઢી ઇંચ, ડોલવણ માં સવા બે ઈચ, આણંદ જિલ્લાના બોરસદમાં અઢી ઇંચ,છોટે ઉદેપુર જિલ્લાના જેતપુરમાં સવા બે ઇંચ વરસાદ થયોપ મધ્ય પ્રદેશના સેન્ટર વિસ્તારમાં લો પ્રેશર સર્જાયું હતું.જેના અસરના ભાગરૂપે.
આજે પણ દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો.આવતીકાલથી વરસાદનું જોર નહી વાત હશે તેવો હવામાન વિભાગે જણાવ્યું છે. પરંતુ આજે સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જુનાગઢ.
સોમનાથ અને અમરેલી જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાનવિભાગના મત અનુસાર આવતીકાલથી વરસાદના જોર ઘટવાની સાથે જ ચોમાસુ વિદાય લઇ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment