દેશમાં કોરોનાની મહામારીનું સંક્રમણ ઘટતા ઘણા રાજ્યોમાં અનલૉક ની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ઘણા રાજ્યોમાં સંક્રમણ કરે છે પરંતુ લોકડાઉન લંબાવ્યું છે. આંધ્રપ્રદેશમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 20 જૂન સુધી કર્ફ્યુ માં વધારો કર્યો.
પરંતુ દિવસો લંબાવ્યા અને કરફયૂમાં બે કલાકનો ઘટાડો કરી દેવામાં આવ્યું. આ ઉપરાંત હરિયાણા સરકારે પણ રાજ્યમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને 14 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું. આ ઉપરાંત રાજ્યમાં લોકડાઉન દરમિયાન ઘણા બધા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા હવે રાજ્યમાં પ્રતિબંધો ઉપર રાહત મુકાય છે.
આ ઉપરાંત તમિલનાડુમાં મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં 14 જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. તમિલનાડુ રાજ્યમાં અમુક જિલ્લાઓમાં કોરોના ના કેસો વધી રહ્યા છે.
તેના કારણે તે જિલ્લાઓમાં શાકભાજીની દુકાન, કરિયાણાની દુકાનો, ફેરિયાઓ વગેરેને સવારના છ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી પોતાની વસ્તુ વેચવા માટે છૂટ આપી. આ ઉપરાંત સરકારી કાર્યાલયોમાં 30 ટકા હાજરી સાથે શરૂ કરવાની આદેશ આપ્યા.
ઉત્તરાખંડમાં પણ કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 15 જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યો. રાજ્યમાં લોકડાઉન સવારના છ વાગ્યા સુધી અમલમાં રહેશે. લોકડાઉન દરમ્યાન વેક્સિનેશન માટે લોકોને બહાર નીકળવા માટે પરમિશન આપી છે. આ ઉપરાંત શાકભાજી, દૂધની, કરિયાણાની દુકાનો વગેરેને સવારના 8 થી 12 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની પરમિશન આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment