તમિલનાડુમાં નવી રચાયેલી સરકાર બે અઠવાડિયા સુધી લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. ભારત અત્યારે વાયરસ ની બીજી ભયંકર લહેર નો સામનો કરી રહ્યા છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ વાયરસ ના કેસો સામે આવી રહ્યા છે.
આ સિવાય હોસ્પિટલોમાં બેડ નો અભાવ અને ઓક્સિજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે આ સંકટ વહેલા જાય તેવી પ્રાર્થના દેશભરમાં નાગરિકો કરી રહ્યા છે.
કર્ણાટક ના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ સંપૂર્ણ લોકડાઉન અંગેનું એલાન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 10 મે થી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.આ દરમિયાન અનિવાર્ય સેવાઓને જ છૂટછાટ આપવામાં આવશે.
આપણે જણાવી દઈએ કે,રાજસ્થાન ની ગેહલોત સરકારે 10-24 મે સુધી પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે ગુજરાત માં અત્યાર સુધી લોકડાઉન કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો નથી.
રાજ્યના મોટા ભાગના શહેરોમાં રાત્રી કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે જયારે અન્ય કડક પ્રતિબંધ પણ કરવામાં આવ્યા છે પણ લોકડાઉન કરવામાં આવ્યું નથી.
કોરોના વાયરસ ની બીજી લહેર માં જયારે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું ત્યારે તેમણે લોકડાઉન ને અંતિમ વિકલ્પ રાખવા માટે રાજ્યોને સલાહ આપી હતી અને લોકડાઉન બની શકે તો ન કરવા માટે જણાવ્યું હતુ.
જોકે રાજ્યોમાં પરિસ્થિતિ હાલમાં એ હદે બગડી છે કે ભાજપ ના રાજ્યો પણ લોકડાઉન તરફ વળ્યા છે.દેશના કોંગ્રેસ શાસિત રાજ્ય માં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment