કોરોના મહામારી ને કારણે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધારી દેવામાં આવ્યો છે. ભારતીય વીમા નિયામક પરિપત્ર માં કહ્યું કે મામલાદર મામલાના આધાર પર સક્ષમ અધિકારી દ્વારા પસંદગી પામેલ માર્ગો પર આંતરરાષ્ટ્રીય નક્કી કરેલ ફ્લાઇટ ને પરવાનગી આપી શકાય છે.કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને 23 માર્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા બંધ કરવામાં આવી હતી.જોકે મેથી વંદે ભારત મિશન અંતર્ગત અને.
જુલાઈથી દ્રી પક્ષીય એર બબલ વ્યવસ્થા હેઠળ કેટલીક વિશેષ ફ્લાઇટ સેવા ચાલુ કરવામાં આવી હતી.બે દેશોની વચ્ચે સમજૂતી હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વચ્ચે દેશોની વિમાન કંપનીઓ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. ભારતે લગભગ 18 દેશોની વચ્ચે એર બબાલ સમજૂતી કરી હતી.દેશમાં ડોમેસ્ટિક વિમાન સેવા લગભગ.
બે મહિના સુધી બંધ રહ્યા બાદ 25 મેથી ફરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન વિમાન માં કોરોના ગ્રસ્ત પ્રવાસી મળતા હોંગે કોંગે ચોથીવાર એર ઈન્ડિયા ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે.
હોંગકોંગસરકાર તરફથી જારી કરાયેલા નિયમ મુજબ જે પ્રવાસીઓ રિપોર્ટ 72 કલાક પહેલા નેગેટિવ આવ્યો હોય તે જ પ્રવાસીઓ પ્રવાસ કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment