ગુજરાતમાં કોરોના ની બીજી લહેર દિવસેને દિવસે ધીમી થતી જાય છે ત્યારે ગુજરાતમાં કોરોના ની સામે લડત આપતાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને રસીકરણ અભિયાન સતત ઝડપી બને તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની કોર કમિટીની બેઠકમાં વેક્સિનેશન ને લઈને લેવાયા મહત્વના નિર્ણય.
વેપારીઓનું રસીકરણ માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યમાં વેપારીઓને રસી લેવા માટે થોડાક દિવસો જ આપવામાં આવ્યા હતા પરંતુ હવે આ સમય લંબાવી ને 10 જુલાઈ સુધીનો વધારવામાં આવ્યો છે.
આ કોર કમિટીની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નિવાસ્થાને યોજાઇ હતી. ગુજરાત રાજ્યમાં કોરોના ની રસી ને લઈને થોડાક દિવસોથી ખૂબ જ કડક નિયમો લાગુ કરાયા હતા.
રાજ્યમાં દરેક વેપારીઓને કોરોના ની રસી લેવી ફરજિયાત કરી દેવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતમાં હસીના જનતાની વાત કરીએ તો રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વેક્સિન સેન્ટર પર કોરોના ની રસીનો જથ્થો ઓછો પડી રહ્યો છે.
અને તેની ફરિયાદો દિવસે ને દિવસે વધતી જાય છે. પેલા ના નિયમ મુજબ આજે વેપારીઓને વેક્સિંગ લેવા માટે નો છેલ્લો દિવસ હતો પરંતુ એ સમયને વધારી દેવામાં આવ્યો છે.
આ સમયે પહેરવા પાછળનું કારણ એ છે કે ઘણા પ્રયત્નો કર્યા છતાં મોટાભાગના વેપારીઓ રસી લેવાનું બાકી હતું આ મુદ્દાને ધ્યાનમાં રાખીને દસ દિવસનો સમય વધારવામાં આવ્યો છે. સરકાર દ્વારા 18 શહેરો માટે આ નિયમ લાગુ કરાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment