ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.કોંગ્રેસ અને ભાજપ અત્યારથી ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહ્યા છે.નેતા અને કાર્યકર્તાઓના પક્ષ પલટાનો તો અત્યારથી શરૂ થઈ ગયો છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. પાટણ ભાજપના કાર્યકર્તા અને આગેવાનોની નારાજગી સામે આવી હતી.
ભાજપના કિસાન મોરચાના ઉપપ્રમુખે રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.અને ચૂંટણી પહેલા ભાજપ પણ વિખવાદ સામે આવ્યો છે. માહિતી અનુસાર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કિસાન મોરચાના ઉપપ્રમુખ ગિરીશ મોદીએ નારાજગી વ્યક્ત કરીને પોતાનું રાજીનામું ધરી દેતા પાટણ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે.કે,હોદ્દેદારો થી નારાજ થઈને તેમને રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપતા સમયે ગિરીશ મોદીએ નાના સમાજને મહત્વ ન મળતો હોવાનું કારણ દર્શાવ્યું છે.આ ઉપરાંત સરસ્વતી તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રી ની નિમણૂક રદ કરવામાં આવતાં.
તેઓ પક્ષથી નારાજ તૈયાર હતા.નારાજ થયેલા ગિરીશ મોદીએ પાર્ટીને આગામી 15 વર્ષમાં તેમની ભૂલનું ભાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત તેમને વિડીયો મારફતે કહ્યું કે, આજે હું કિસાન મોરચાના ઉપપ્રમુખ પદેથી , પ્રાથમિક સભ્ય પદેથી અને બુથ પ્રમુખ પદેથી.
ભાજપમાંથી રાજીનામું આપી રહ્યો છે અને અનેક ચૂંટણીમાં અને રાજસ્થાનની ચૂંટણી માં પણ પક્ષની કામગીરી કરી છે. આ ઉપરાંત તેને વધારે માં અનેક વાતો કરી હતી.અને વધારેમાં કહ્યું કે.
પાર્ટીમાં આ સમાજનું અપમાન થાય તે બાબતે મેલડી અને આવનારા દિવસોમાં નાના સમાજ સાથે થતા અન્યાયને ઉજાગર કરીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment