કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનના આ દિગ્ગજ નેતાને લખ્યો પત્ર,જાણો સમગ્ર મામલો

Published on: 4:54 pm, Fri, 18 December 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પત્ર લખીને તેમની માતાના નિધન પર શોખ વ્યક્ત કર્યો હતો.ઈસ્લામાબાદ સ્થિત ભારતના હાઈ કમિશને આ પત્ર નવાજ શરીફ ની પુત્રી મરિયમ નવાજ ને સુપરત કર્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પત્ર લખીને પૂર્વ પાકિસ્તાનના વડાપ્રધાન ની માતા બેગમ શમીમ અક્ષર ના નિધન પર શોખ વ્યક્ત કર્યો હતો. 22 નવેમ્બરના રોજ બેગમ શમિમ અખ્તરનું લંડન માં અવસાન થયું હતું.ઈસ્લામાબાદ સ્થિત ભારતના હાઈ કમિશને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાજ અને આ પત્ર મોકલ્યો હતો.

અને તેના વિશે તેના પિતાને જાણ કરવા કહ્યું હતું.ભારતીય હાઈ કમિશન દ્વારા મરિયમ નવાજ શરીફને લખેલા પત્ર પર ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનના ડેપ્યુટી કમિશનર ગૌરવ આહલુવાલિયા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.11 ડિસેમ્બર ની તારીખ તેના પર લખી છે. ગૌરવ આહલુવાલિયા હવે અલ્જેરિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રી મોદીએ પોતાની 2015ની મુલાકાતને યાદ કરી હતી, મહત્વનું છે.

કે ડિસેમ્બર ૨૦૧૫માં પ્રધાનમંત્રી મોદી અચાનક લાહોર પહોંચ્યા હતા,જ્યારે તે કાબુલ થી ભારત પરત આવી રહ્યા હતા ત્યારથી તે હેલીકોપ્ટર દ્વારા પાકિસ્તાનમાં નવાઝ શરીફના નિવાસસ્થાને ગયા હતા, જ્યાં તેમને નવાઝ શરીફની નવાસિના લગ્નમાં હાજરી આપી હતી.

દિલ્હી જવા પહેલા તેમને તેમના પાકિસ્તાની સમકક્ષ સાથે ટૂંકી મુલાકાત પણ કરી હતી.એક દાયકા કરતાં પણ વધુ સમયમાં કોઇ ભારતીય વડાપ્રધાનની આ પહેલી પાકિસ્તાન માં મુલાકાત હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!