કહેવાય છે ને કે ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે… એમ મામાના ઘરે ગયેલા ભાણિયાઓને ક્યાં ખબર હતી કે હવે ક્યારે ઘરે પરત નહીં ફરીએ. આ ગોઝારી ઘટના છે ગઈકાલે સુરત બારડોલી હાઈવે પર થયેલા અકસ્માતની ઘટના છે. પાટણ થી ત્રણ ભાઈ બહેન સાથે માતા-પિતા સુરત મામાના ઘરે ગયા હતા, જ્યાંથી મામા સાથે લગ્ન પ્રસંગમાં ગયેલા ત્રણ ભાઈ બહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આજે હૈયાફાટ આકરંદ સાથે પાટણમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સુરત બારડોલી હાઈવે પર બમરોલી પાસે શનિવારે ડમ્પર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં માંડવીના મહેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, તેમની પત્ની અને દીકરી તેમજ મહેશભાઈ ની પાટણ રહેતી બે ભાણી અને એક ભાણો એમ છ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ છ લોકોની લાશ નું પોસ્ટમોર્ટમ કરી વાલી વારસોને સોંપવામાં આવી હતી. ત્યારે પાટણના ત્રણે ભાઈ બહેનના મૃતદેહને મોડી રાતે પાટણ લાવતા પરિવારમાં શોક નો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ સવારે ત્રણે ભાઈ બહેન ની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી.
પાટણ શહેરના બલિયાપાડા વિસ્તારમાં ચલાખિયાના માઢમાં રહેતા હર્ષદભાઈ જીવાભાઇ પટેલના લગ્ન સુરતના માંડવીમાં થયા છે. હર્ષદભાઈ તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે સુરતના માંડવી સસરાના ઘરે ગયા હતા. ત્યાંથી બે ભાણી અને ભાણો તેમના મામાની ગાડીમાં સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં અકસ્માત થતા હર્ષદભાઈ પટેલની મોટી દીકરી મેઘા, નાની દીકરી તમન્ના અને દીકરા અક્ષિતનું અકસ્માતમાં મોત થયું હતું.
અકસ્માતમાં મામા, મામી અને તેમની દીકરી સહિત મામાની ગાડીમાં બેઠેલા પાટણના ત્રણ ભાઈ બહેનના પણ ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ત્યારબાદ તમામ મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરીને ત્રણેય ભાઈ બહેન નો મૃતદેહ પાટણ લાવવામાં આવતા પરિવારમાં ચકચાર મચી જવા પામી હતી. રવિવારે સવારે ત્રણેની એક સાથે અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. એક સાથે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજમાં લોકો જોડાયા હતા.
સુરત બારડોલી નેશનલ હાઇવે પર શનિવારે એક અકસ્માત સર્જાયો હતો જેમાં બારડોલીના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા હતા. કારમાં સવાર છ લોકોના અકસ્માત સ્થળે જ મોત થયા હતા, આ બનાવમાં મૃતક દક્ષિણ ગુજરાતના માંડવી તેમજ ઉત્તર ગુજરાતના પાટણના રહેવાસી હતા. સુરત બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા છ લોકોના મોત થયા હતા અને આ પરિવાર બારડોલીના તરસાડા ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો.
જ્યાં રસ્તામાં કોઈ કારણસર તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી જેમાં કારમાં સવાર સાતમાંથી છ ના મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો, ત્યારબાદ આ ઘટનાની માહિતી મળતા બારડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ અકસ્માત તમામ મૃતક મહેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ રેલવે પોલીસમાં વડોદરા ખાતે ફરજ બજાવતા હતા.
અકસ્માતની ઘટના પગલે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે સ્થળ મુલાકાત કરી હતી. તેમજ ઝડપી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા, અકસ્માતાની ઘટના બનતા જ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. જેનો ફોન પણ સતત સ્વીચ ઓફ આવતો હોવાથી બારડોલી પોલીસે ફરાર ડમ્પક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતમાં મહેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડનો દીકરો અત્યારે ગંભીર હાલતમાં છે.
ઉલ્લેખનીય છે કે આ પરિવાર માંડવી તરસાડો નો હતો, અને મહેશભાઈ રાઠોડ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરપીએફ વડોદરામાં જમાદાર હતા. જ્યારે તેમના બહેન અને ભાણેજ પાટણ ખાતે રહેતા હતા. અકસ્માતમાં ઘાયલ થનાર મહેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ ની ઉંમર 42 વર્ષ હતી. વનીતાબેન રમેશભાઈ રાઠોડ ની ઉમર ૩૭ વર્ષ હતી અને નવ્યા બેન મહેશભાઈ રાઠોડ ની ઉંમર 12 વર્ષ હતી. મેઘાબેન હર્ષદભાઈ પટેલ ની ઉંમર 22 વર્ષ તેમજ તમન્ના બહેન હર્ષદભાઈ પટેલ ની ઉમર 16 વર્ષ અને તેનો ભાઈ અક્ષિતકુમાર હર્ષદભાઈ પટેલ ની ઉંમર 12 વર્ષ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment