કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલની વિરુદ્ધમાં દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ બધા વચ્ચે આ કાયદાઓ વિરુદ્ધ મંગળવારે પંજાબ વિધાનસભામાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. મંગળવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો હતો અને આ સાથે જ કૃષિ બિલ વિરુદ્ધ ઠરાવ રજૂ કરનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. પંજાબ સરકાર દ્વારા દરખાસ્ત માં સામેલ કરવામાં આવ્યું છે કે, જો ખેડૂતને MSP નીચે પાક આપવા દબાણ કરવામાં આવે છે.
તો આમ કરનાર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.જો કોઈ કંપની અથવા કોઈ વ્યક્તિ દ્વારા ખેડૂતોની જમીન અને પાક ઉપર દબાણ કરવામાં આવે તો પણ જેલ અને દંડ ની દરખાસ્ત લાવવામાં આવી છે. આ દરખાસ્ત કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ બિલની ટીકા થઈ છે.
અહીં પ્રસ્તાવ રજૂ કર્યા પછી મુખ્યમંત્રીએ કહ્યું કે, ત્રણ કૃષિ કાયદા સિવાય વીજળીના બિલમાં કરવામાં આવેલ ફેરફાર પણ ખેડૂત અને મજૂરો વિરોધ છે. આની અસર ફક્ત પંજાબ નહીં, પરંતુ હરિયાણા અને પશ્ચિમી યુપી પર પણ થશે
પંજાબના મુખ્યમંત્રીએ રેલવે ટ્રેક પર બેઠેલા ખેડૂતોને અપીલ કરી છે કે હવે ઘરણા સમાપ્ત કરી કામ પર પાછા ફરો, અમે આ કાયદા વિરુદ્ધ કાયદાકીય લડત લડીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment