લોકો ઘણી વખત નાની નાની બાબતમાં પોતાની જિંદગીથી ખૂબ જ કંટાળી જતા હોય છે. ખાસ કરીને આજની યુવા પેઢી સાથે આવું ખૂબ જ બની રહ્યું છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની જિંદગીથી કંટાળીને પોતાનો જીવ ટૂંકાવી લેતા હોય છે. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત વિદ્યાર્થીઓ અભ્યાસના ટેન્શનમાં અને અમુક વખત ઘણી નાની નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે.
મિત્રો ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓ નાની-નાની બાબતે ખૂબ જ કંટાળી જતા હોય છે અને તે મુશ્કેલી પોતાના માતા પિતાને જણાવ્યા વગર સુસાઇડ જેવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. છત્તીસગઢના દુર્ગા જિલ્લામાં ભિલાઈ નગરમાં એક બાળક પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ બાળકે એવું પગલું ભર્યું કે પરિવારના તમામ લોકો ચોકી ઉઠ્યા હતા.
મળતી માહિતી અનુસાર વેદાંશુ ઠાકોર નામનો બાળક ભિલાઈ નગરમાં લક્ષ્મી ગ્રીન સીટી ફેસ બેમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી અને તે ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. વેદાંશુ ઠાકોર પોતાના અભ્યાસને લઈને ખૂબ જ કંટાળી ગયો હતો. જેના કારણે તેને એક દિવસ પોતાની નોટબુકમાં ઘણું બધું લખ્યું અને ત્યારબાદ શાળાએ જતો રહ્યો.
વેદાંશુ અંગ્રેજીના અમુક શબ્દો સમજી ન શકતો હતો અને અંગ્રેજી શબ્દો બોલવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી. તે ગણિતના વિષયમાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ બાકીના વિષયમાં ખૂબ જ નબળો હતો. જેના કારણે શાળામાં લેવાતી ટેસ્ટમાં તેના ખૂબ જ ઓછા માર્ક્સ આવતા હતા. વેદાંશુના ઓછા માર્ક્સ આવ્યા તેથી શિક્ષક તેને શાળાના વાઈફ પ્રિન્સિપલ પાસે લઈ ગયા હતા. ત્યાં શાળાના વાઇસ પ્રિન્સિપલે વેદાંશુને ઠપકો આપ્યો હતો.
વેદાંશુ પોતાના ભણતર થી ખૂબ જ કંટાળી ગયો હતો. એક દિવસ તેને નોટબુક ના પાના પર સુસાઇડ નોટ લખી. આ દિવસે વેદાંશુના માતા-પિતા ઘરે ન હતા. તેને લગભગ ત્રણ પેજની સુસાઇડ નોટ લખી અને ત્યારબાદ તે ઘરની ધર પર ચાલ્યો ગયો હતો અને ત્યાંથી નીચે કૂદી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. વેદાંશુએ પાંચમા માળેથી કૂદીને પોતાનો જીવ ટૂકાવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ વેદાંશુના માતા પિતા તાત્કાલિક ધોરણે ઘરે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ દીકરાના પિતાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસને તપાસ દરમિયાન વેદાંશુએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેને લખ્યું હતું કે, મને અંદર એક જીવ ખાઈ રહ્યો છે આ જીવ ભુત હોય તેવું લાગી રહ્યું છે.
લોકોને લાગે છે કે હું મારી સાથે જ વાત કરું છું. પરંતુ હું ભગવાનમાં માનતો નથી જેના કારણે હું ભણી શકતો નથી. મને શાળા અને અભ્યાસ પસંદ નથી. જીવનમાં શીખવાની બીજી અન્ય રીતો પણ છે. મને અંગ્રેજી આવડતું નથી અને હું બોલી પણ શકતો નથી. જેના કારણે મારે ઘણી બધી મહેનત કરવી પડે છે. હું તેના માટે મહેનત પણ કરી રહ્યો છું પરંતુ હું આવનારા વર્ષો માટે સારો નથી. આ ઉપરાંત ઘણું બધું લખ્યું હતું. વિદ્યાર્થીએ અંતમાં લખ્યું હતું કે હું થાકી ગયો છું બસ હવે મારે સુઈ જવું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment