કોરોના ની કહેર વચ્ચે સુરત થી આવ્યા ખરાબ સમાચાર, જાણો વિગતે.

કોરોના ના સુરત માં રમખાણ મચાવી રહ્યો છે.હવે નવા સ્ટ્રેનને કારણે સુરત માં આખો પરિવાર કોરોના ગ્રસ્ત બને છે.આ અંગે સુરત મનપા કમિશનરે લોકોને ચેતવ્યા છે.સુરતમાં કોરોના કહેર વચ્ચે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.

સુરત માં કોરોના નો નવો સ્ટેઈન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.કોરોના ના નવા સ્રેઈન ના લક્ષણો પણ બદલાયા છે.નવા સ્રેઈન ના લક્ષણો એક સભ્યમાં દેખાય એટલે પરિવાર પણ સંક્રમિત થાય છે.

સુરત માં કોરોના વાયરસ નું સંક્રમણ વધ્યું છે અને સુરત માં કોરોના કેસનો રેકોર્ડ તૂટ્યો છે.સુરત માં એક જ દિવસમાં 450 કેસ નોંધાતા કફડાત ફેલાયો છે અત્યાર સુધીમાં સુરત માં સોથી વધુ કેસ નોંધાયા છે.

અઠવા માં 88,રાંદેર માં 57 કેસ નોંધાયા છે.લિંબાયત માં 41,ઉધના માં 38 કેસ નોંધાયા છે.કતારગામ માં 36,વરાછા -A-B માં 59 કેસ છે.

એક દિવસ માં કોરોના ના 1415 કેસ નોંધાયા છે.એક દિવસ માં 948 દર્દીઓ થયા સાજા.રાજ્યમાં ફૂલ 67 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે રાજ્યમાં કોરોના ના 6147 એક્ટિવ કેસ છે.

એક દિવસ માં 4 લોકોના દર્દીઓ ના મોત થયા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોના એ માથું ઉચક્યું છે.કોરોના ના કેસમાં સતત વધારો થતાં ચિંતા વધી છે.સુરત શહેરમાં 278 કેસ અને ગ્રામ્યમાં 15 નવા કેસ નોંધાયા છે.

જયારે અમદાવાદ શહેરમાં 252 નવા કેસ,જયારે અમદાવાદ ગ્રામ્ય માં 9 કેસ નોંધાયા છે.વડોદરા શહેર માં 127 કેસ,જયારે ગ્રામ્ય માં 19 કેસ નોંધાયા છે.રાજકોટ શહેર માં 115 કેસ અને ગ્રામ્ય માં 17 કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*