આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ખેડામાં વેપારીઓ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે કોઈપણ મંત્રી કે નેતા લોકો સાથે સંવાદ કરવા આવતા નથી અને તેમની કોઈપણ તકલીફો સાંભળતા નથી અને તેમના સૂચનો સાંભળતા નથી.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીક નવી પદ્ધતિ અમલમાં મૂકી છે
જેમાં વેપારીઓ સાથે સંવાદ અને વિવિધ જિલ્લાઓમાં જઈને વેપારીઓ સાથે સંવાદ કર્યો તેમાં સૌથી મોટો પ્રશ્ન મને જીએસટી આવ્યો છે જ્યારે આ કાયદો લાવવામાં આવ્યો ત્યારે કહેવામાં આવેલું કે બધી જ જગ્યાએ એક જ ટેક્સ રેશે અલગ અલગ ટેક્સની જંજટ થી તમે બચી જશો પરંતુ હવે લોકોને લાગે છે કે આ જીએસટી ના કારણે લોકોના ધંધા બંધ થઈ જશે.
રોજ જીએસટીના કાયદાની અંદર નવા નવા સુધારો આવી રહ્યા છે અને નવા નવા સંસાધનો આવ્યા કરે છે તેના કારણે વેપારીઓને સમજાતું નથી કે ધંધો કરવો કે રોજ કયા નવા સુધારા આવ્યા તે ચેક કરવા બેસવું. આપણે ધંધામાં રોકાણ કરેલું હોય અને ઉદારીમાં માલ લાવ્યા હોય અને બેંકની લોન ચાલતી હોય એ બધા ઉપર ધ્યાન આપવું કે જીએસટી ના
રોજ બદલાતા નિયમો પર ધ્યાન આપવું તેવું પ્રશ્નો અમને જાણવા મળ્યા હતા તેવું ગોપાલ ઇટાલીયા એ કહ્યું હતું.તેઓએ વધુમાં જણાવ્યું કે અમને બીજો પ્રશ્ન એ જાણવા મળ્યો છે કે સ્માર્ટ સિટી બનવાની વાત કરે છે તો આને સ્માર્ટ સિટી કોને કહેવાય જ્યાં 24 કલાક ચાલુ હોય તેને સ્માર્ટ સિટી કહેવાય. દુનિયાના તમામ સ્માર્ટ સિટીમાં બધું 24
કલાક ચાલે છે પરંતુ અહીં રાત્રે 9:00 વાગે પોલીસની ગાડી આવે અને સાયરન વગાડે તો દુકાનોની લાઈટ બંધ કરવી પડે છે આપણે તો કાંઈ દારૂ વેચતા નથી કે આપણે ડ્રગ્સ વેચતા નથી કે આપણે ખરાબ કામો કરતા નથી તો પણ લાઇટો બંધ કરી દેવી પડે છે.સ્માર્ટ સીટી બનાવવા હોય તો એવું કહેવું જોઇએ કે જેટલા વેપારીને પોસાતું હોય એ બધા આખી રાત દુકાન ખુલ્લી રાખો, કોઇ તમને હેરાન કરતું હોય તો અમારી પોલીસ બેઠી છે રાત્રે ત્રણ વાગે આવીને પણ ત્યાં ઉભા રહેશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment