આંગળી પકડીને દીકરીને પાપા પગલી કરાવી, તે જ દીકરી સાથે પિતા 12માં માળેથી કૂદી ગયા…હસતા ખેલતા પોલીસ પરિવારને નજર લાગી ગઈ…

Published on: 11:52 am, Wed, 7 September 22

અમદાવાદ શહેરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરના ગોત વિસ્તારમાં રહેતા એક પોલીસ કર્મચારીએ તેની પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે બારમાં માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

અમદાવાદ શહેરમાં ગોતા વિસ્તારમાં દીવા હાઈટ્સમાં રહેતા પોલીસ કર્મચારી કુલદીપ સિંહ યાદવએ પત્ની અને બાળકી સાથે સુસાઇડ કરી લીધું છે. કુલદીપસિંહ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના અને તેમના પરિવારજનોના મૃત્યુના કારણે પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો છે.

પોલીસ કર્મચારી કુલદીપસિંહએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હાલમાં કોઈ પણ જાણકારી મળી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટ મોટા માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

આ ઘટનામાં કુલદીપસિંહ, તેમની પત્ની રિધ્ધીબેન અને ત્રણ વર્ષની ફુલ જેવી દીકરી આકાંક્ષીનું કરુણ મૃત્યુ થયું છે. કુલદીપસિંહે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ પોતાની પત્ની અને દીકરી સાથે બારમાં માળેથી કૂદીને જીવનને ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા..

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.  પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહીઓ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસે ત્રણેયના મૃતદેહને કબજે લઈને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કુલદીપ સિંહએ પોતાના પરિવાર સાથે આ અંતિમ પગલું કેમ ભર્યું તે પોલીસને પણ સમજાતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આંગળી પકડીને દીકરીને પાપા પગલી કરાવી, તે જ દીકરી સાથે પિતા 12માં માળેથી કૂદી ગયા…હસતા ખેલતા પોલીસ પરિવારને નજર લાગી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*