મિત્રો સુરતના વરાછા વિસ્તારમાં કમલપાર્ક સોસાયટીમાં ત્રણ દિવસ પહેલા વૃદ્ધ હીરા દલાલનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસે આ ઘટનાના બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હીરા દલાલનો જીવ લેનાર બીજું કોઈ નહિ પરંતુ હીરા દલાલનો સગો ભત્રીજો જ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સગા ભત્રીજાએ રૂપિયાની લેતીદેતીમાં પોતાના મિત્ર સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા સોસાયટીમાં હીરાની લે વેચ કરતા પ્રવીણભાઈ નું જીવ લઈ લેવામાં આવ્યો હતો. ધારદાર વસ્તુ વડે જીવ લઈને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ વરાછા પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામ પર લાગી ગઈ હતી. ત્યારે પોલીસે તપાસમાં ઘટના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારે સીસીટીવી ફૂટેજમાં બે આરોપીઓ ઘટના સ્થળેથી ભાગતા નજરે પડ્યા હતા.
ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા પ્રવીણભાઈની કોલ ડીટેલ ચેક કરી ત્યારે જાણવા મળ્યું કે, પ્રવીણભાઈનું જીવ લેનાર અન્ય કોઈ નહીં પરંતુ તેનો સગો ભત્રીજો અને ભત્રીજાનો મિત્ર છે. ત્યારબાદ પોલીસે પ્રવીણભાઈના ભત્રીજા ગૌરવ નકુમ અને તેના મિત્ર આશિષની ધરપકડ કરી હતી અને તેમની કડક પૂજ પર જ કરી હતી.
પૂછપરછ દરમ્યાન બંને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ગૌરવ પોતાના કાકા પ્રવીણભાઈ પાસે ઉઘરાણીના પૈસા લેવા ગયો હતો. ત્યારે તે બંને વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી. ગુસ્સો આટલો વધી ગયો કે સૌપ્રથમ ગૌરવએ પ્રવીણભાઈ પર જીવન પ્રહાર કર્યા હતા.
સૌપ્રથમ ગૌરવ અને તેના મિત્રએ પ્રવીણભાઈ ઉપર ખૂબ જ ટોચર કર્યા હતા અને ત્યારબાદ પ્રવીણભાઈ નો જીવ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment