મિત્રો આજકાલ સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટનામાં આરોપીઓ સૌપ્રથમ મૃતક યુવતીના ઘરમાં ઘૂસે છે.
ઘરમાં ઘૂસીને આરોપીઓ પહેલા યુવતી, તેની માતા, ભાભી અને બહેન ની ધુલાઈ કરી હતી. ત્યારબાદ આરોપીઓ યુવતીને ઘસડીને એક કૂવા પાસે લઈ જાય છે અને તેને કૂવામાં ફેંકી દે છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે કૂવામાંથી યુવતીના મૃતદેહને બહાર કાઢ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવતીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. મૃતક યુવતીની માતાની ફરિયાદના આધારે પોલીસે એક યુવક અને બે મહિલાઓ વિરુદ્ધ જીવ લેવાનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આ ચોક આવનારી ઘટના અજમેરમાં મંગળવારના રોજ સાંજના લગભગ સાત વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર રાજુ નામનો યુવક મંગળવારના રાજુ નામનો યુવક બે મહિલાઓ સાથે યુવતીના ઘરે આવ્યો હતો. આ દરમિયાન ઘરમાં 23 વર્ષીય સુનિતા, તેની માતા, ભાભી અને તેની બહેન ઘરે હતા.
ત્રણેય આરોપીઓ ઘરમાં ઘૂસીને આ તમામ લોકોની ધુલાઈ કરે છે. ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલી એક મહિલા સુનીતાને ઘસડીને કૂવા પાસે લઈ જાય છે. માતાની નજર સામે સુનીતાને કુવાની અંદર ફેંકી દે છે. જેના કારણે સુનિતાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા અજમેર પોલીસ અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સુનીતાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પરંતુ હજુ સુધી ઘટના અને વિવાદનું કારણ જાણવા મળ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment