રીક્ષાની સામે ગાય આડી આવતા, દર્શન કરીને ઘરે જતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત – પત્નીની નજર સામે પતિનું કરુણ મૃત્યુ…

Published on: 10:53 am, Thu, 28 July 22

ગુજરાત રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે માંડવી તાલુકાના ડોણા ગામ નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ગાય આડી ઉતરતા એક રીક્ષા રોડની સાઈડમાં ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં નખત્રાણાના 40 વર્ષે યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની અને બાળકોને ઈજા પહોંચતી હતી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નખત્રાણા ખાતે રહેતો પટ્ટણી પરિવાર દર્શન કરવા માટે નખત્રાણાથી રીક્ષા માં માંડવી ગયો હતો. બપોરે 1:00 વાગ્યાની આસપાસ પરિવાર જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો.

ત્યારે ડોણા ગામ નજીક રસ્તાની વચ્ચે અચાનક ગાય ઉતરતા રીક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે રીક્ષા રોડની સાઈડમાં ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં રીક્ષામાં બેસેલા પેસેન્જર ભગવાનભાઈ રણછોડભાઈ પટ્ટણી(ઉંમર 40 વર્ષ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ભગવાનભાઈને સારવાર મળે તે પહેલાં તો તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં તેમની પત્ની અને બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ રીક્ષા ચાલક ઘટના સ્થળે રીક્ષા મૂકીને ભાગી ગયો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા ભગવાન ભાઈના ભાઈ બાબુભાઈ માંડવી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ભગવાન ભાઈના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ભગવાનભાઈ ની પત્ની અને તેમના દીકરાની સારવાર માંડવીની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે.

બીજી તરફ નખત્રાણા તાલુકાના ધાવડા અને દેવપર વચ્ચે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટેમાં લીધો હતો. જેમાં મોટી વિરાણી ગામના બાઈક ચાલક ભીમજીભાઈ રામજીભાઈ વણકરને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રીક્ષાની સામે ગાય આડી આવતા, દર્શન કરીને ઘરે જતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત – પત્નીની નજર સામે પતિનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*