ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મળી હતી ત્યારબાદ આમ આદમી પાટીએ ગુજરાતમાં અલગ-અલગ શહેરો ગામડાઓમાં પ્રચારની શરૂઆત કરી હતી.
જન સંવેદના મુલાકાત થકી આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી પહોંચી રહી છે તો બીજી તરફ રાજકીય અને સામાજિક આગેવાનો પણ આમ આદમી પાર્ટી ની સાથે જોડાઇ રહ્યા છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કદ વધી રહ્યું છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે.
આમ આદમી પાર્ટીને લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને તેની સામે ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા નવા મંત્રીઓની ફોઝને ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારમાં પ્રચાર માટે ઉતારી દેવામાં આવી છે.
ગાંધીનગર ભાજપના આંતરિક સર્વેમા આમ આદમી પાર્ટી ને 26 થી 30 બેઠકો મળવાનું અનુમાન છે. તેને લઈને ભાજપ પ્રદેશ સંગઠનની ચિંતામાં વધારો થયો છે.આ સર્વે માં એવી માહિતી સામે આવી છે કે ભાજપ 12 થી 14,કોંગ્રેસ 6 થી 8 અને આમ આદમી પાર્ટી 26 થી 30 ઉમેદવારો જીતે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment