સામાન્ય માણસને મોટો ઝટકો! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજરોજ ફરી એક વાર થયો વધારો,જાણો આજના ભાવ

45

આજરોજ ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઇંધણ કંપનીઓ તરફથી આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.આજે પેટ્રોલના ભાવમાં 25 થી 31 પૈસાનો જ્યારે ડીઝલના ભાવ માં 18 થી 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

1 ઓક્ટોબર દેશના બધા શહેરો માં પેટ્રોલ 25 પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં 39 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે 30 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં લગભગ 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.

ઓક્ટોમ્બર ની શરૂઆત થી જ પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો આંચકો આપ્યો છે.કંપનીઓએ કોમર્સિયલ સિલિન્ડર ની કિંમત માં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે તેના કારણે દિવાળીના તહેવારો નજીક આવતા હોટલ માલિકો માટે માઠા સમાચાર કહેવાય તે સામે આવ્યા છે.

ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્દર 1736.5 થઈ ગયો છે તે પહેલા 1693 રૂપિયા હતો. જો કે ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોના સિલિન્ડર ની કિમંતમાં ફેરફાર ન કરીને થોડી રાહત આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!