હાલમાં અજબ ગજબ પ્રેમ ની કહાનીઓ સામે આવતી હોય છે. હાલમાં 43 વર્ષીય મહિલાને તેનાથી 11 વર્ષ નાના પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ કર્યો છે. તેને પ્રેમ રાધા જેવો પવિત્ર છે અને તેને કોઈ પણ અલગ કરી શકશે નહીં તેવો તે દાવો કરી રહી છે.
હવે આ મહિલા પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેઠી છે.તેને એક બેનર પણ બનાવ્યું છે જેમાં કોન્સ્ટેબલ નું નામ લખીને તેને પોતાનો ભગવાન ગણાવ્યો છે. તેને કહ્યું કે ત્યારે જ ઊભી થશે જયારે મુખ્યમંત્રી કોન્સ્ટેબલ સાથે રહેવાની તેમને પરવાનગી આપશે.
14 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના દમોહમાં પોલીસ સ્ટેશન ની સામે વિનીતા તિરંગો લઈને ધરણા પર બેઠી હતી. તે બેનર લઈને પણ આવી હતી અને તેમાં લખ્યું હતું કે હું આકાશ પાઠકને પ્રેમ કરું છું. નાનપણથી તે સપનામાં આવે છે. સપનામાં ચહેરો સ્પષ્ટ નતો દેખાયો પરંતુ ત્રણ વર્ષ પહેલા તેને સ્પષ્ટ રીતે આકાશ નો ચહેરો દેખાયો હતો.
ત્યારબાદ તેને આકાશને પ્રેમ અંગે વાત કરી હતી.હટા પોલીસ સ્ટેશનની હદમાં રહેતી વિનીતાએ ત્રણ વર્ષ પહેલા તેના પતિ અને બાળકો ને તરછોડી દીધા હતા.તે હાલમાં એકલી રહે છે. કોન્સ્ટેબલ આકાશ પણ પરિણીત છે. કોન્સ્ટેબલ 11 વર્ષ નાનો હોવા છતાં તેને તે ભગવાન માને છે. તેનું કહેવું છે કે આકાશ ના પ્રેમ માટે તેને પોતાના બાળકો અને પરિવારને છોડી દીધો છે. હવે તે માત્ર આકાશ સાથે જીવન પસાર કરવા માગે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment