રાજકોટના આ ખેડૂતને બેઠા બેઠા આવ્યો એક વિચાર અને ચાલુ કરી એવી ખેતી કે બનશે તેઓ કરોડોના માલીક

89

આજે રાજકોટ ના એ એક ખેડૂત વિશે જણાવીશું જેને બુદ્ધિ વાપરી અને થોડું મૂડીરોકાણ કરીને આજે કરોડોની કમાણી આપે એવી ખેતી શરૂ કરી છે. રાજકોટના 55 વર્ષથી પણ વધુ ઉંમરના ખેડૂતે કઈ આવી જ સિદ્ધિ હાંસલ કરી છે.આ ખેડૂતનું નામ ભગવાનજીભાઈ છે અને તે રાજકોટના ધોરાજી ગામમાં રહે છે.

આ દાદાને પોતાના બાપદાદાથી ચાલી આવતી પરંપરાગત ખેતીમાં કપાસ, અડદ અને મગફળીની ખેતી કરતા હતા અને તેમાંથી તે પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવતા હતા. એક દિવસ તેને બેઠા-બેઠા એક વિચાર આવ્યો અને તે વિચાર ના કારણે આજે તે કરોડો રૂપિયા કમાય છે.

એક દિવસ આ ભગવાનજી દાદા એ ફોનમાં જોયુ કે ખેડૂતો પોતાના ખેતરમાં ચંદનની ખેતી કરી રહ્યા હતા અને ચંદનની ખેતીમાંથી તે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા. તેમણે નક્કી કર્યું કે હું પણ હવે ચંદનની ખેતી કરીને કરોડો રૂપિયા કમાય.આ પછી તેમને માહિતી એકત્ર કરીને ચંદનની ખેતી શરૂ કરી.

ભગવાનજીભાઈ તેમના ખેતરમાં 4 વર્ષ પહેલાં 120 રૂપિયાના 600 છોડ તેમના ખેતરમાં વાવ્યા હતા. ચંદનના છોડ તૈયાર થવા માટે 14 વર્ષ જેટલો સમય લાગે છે. જ્યારે આ ચંદનનો છોડ તૈયાર થાય છે ત્યારે તેમણે લગભગ છ કરોડ રૂપિયાની કમાણી થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!