24 વર્ષની યુવતી રૂમનો દરવાજો ખોલતી ન હતી, રૂમનો દરવાજો તોડ્યો ત્યારે અંદરથી યુવતી એવી હાલતમાં મળી કે…જાણીને તમે પણ ચોકી જશો…

આજકાલ આ દેશમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. જ્યારે જોધપુરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. અહીં ડોક્ટર એસ એન મેડિકલ કોલેજની એનેસ્થેસિયા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ રવિવારના રોજ સાંજે પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મળતી માહિતી અનુસાર જયપુરના ચૌમુમાં રહેતી 24 વર્ષીય સોનાલી નામની યુવતીનું મૃતદેહ રૂમમાંથી મળી આવ્યું હતું. તેને ગઈકાલે સવારે જ પરીક્ષા આપી હતી. તેને આ પગલું શા માટે ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત તેને સુસાઇડ કેવી રીતે કર્યું તેની પણ કોઈ માહિતી સામે આવી નથી.

પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને પોતાની જાતને ઇન્જેક્શન આપીને પોતાનું જીવનને ટૂંકાવી લીધું છે. પારિવારિક કારણોથી તે થોડાક મહિનાઓથી પરેશાન રહેતી હતી. તેના સંબંધીઓ પણ તેને સમજાવવા માટે જોધપુર આવ્યા હતા. MDM સ્થિત રેસીડેન્સી કોમ્પ્લેક્સમાં રહેતી સોનાલીની સાથીએ કોઈ કામ માટે સોનાલીના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ સોનાલીએ દરવાજો ખોલ્યો નહીં. તેથી સોનાલી સુતી હશે તેવું સમજીને તેની સાથી ત્યાંથી નીકળી ગઈ હતી. 20 થી 30 મિનિટ બાદ પરત આવીને તે ફરી એક વખત સોનાલીના રૂમનો દરવાજો ખખડાવે છે અને સોનાની ને ફોન પણ કરે છે. પરંતુ કોઈ દરવાજો ખોલતું નથી. લગભગ સાંજના 8:30 વાગ્યાની આસપાસ શંકાના આધારે તોડવામાં આવે છે.

ત્યારે રૂમની અંદરથી સોનાલી બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તબીબોય સોનાલીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી આવી હતી.

ઉપરાંત આ ઘટનાની જાણ સોનાલીના પરિવારજનોને કરી દેવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આજ રોજ સોનાલીના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*