સુરત શહેરમાં વધુ એક અંગ દાન ની ઘટના સામે આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ ડોનેટ લાઈફના માધ્યમથી અંગ દાન કર્યું છે. મૃત્યુ પામેલા યુવકના અંગદાનથી ત્રણ લોકોને નવું જીવનદાન મળ્યું છે. મળતી માહિતી અનુસાર બોરડીનો યુવક બાઇક પરથી પડી ગયો હતો.
આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ 13 એપ્રિલના રોજ યશ ઝવેરીલાલ વર્મા નામના 22 વર્ષીય યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો.
ત્યારે બાઈક સ્લીપ ખાઇ ગઇ હતી. આ કારણોસર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં યશના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ યસ ને સારવાર માટે હરિયા એલ.જી.રોટરી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેની સારવાર ચાલી રહી હતી. ત્યારે 22 એપ્રિલના રોજ યશને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા યશના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારે ડોનેટલાઈફની ટીમે યસની પત્ની, પિતા, ભાઈ, સાળા અને અન્ય પરિવારજનોને અંગ દાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારે યશની પત્નીએ કહ્યું હતું કે, મારા પતિના અંતિમ સંસ્કાર પછી તેમનું શરીર રાખ થઈ જશે.
ત્યારે તેમના અંગત દાનથી જો કોઈને નવું જીવન મળતું હોય તો અમે અંગ દાન આપવા માટે તૈયાર છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યશની માતાનું 6 મહિના પહેલાં મૃત્યુ થયું હતું. યશના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી અનુસાર યશની બંને કિડની માંથી એક વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ જેતપુરના રહેવાસી 31 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. યશની બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના 43 વર્ષીય વ્યક્તિને કરવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment