બે બાળકો મા-બાપ વગરના થઈ ગયા : ધરમપુરમાં લગ્નમાંથી પરત ફરતા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના કરૂણ મૃત્યુ…

Published on: 2:40 pm, Tue, 26 April 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં એક જ ક્ષણમાં આખો રસ્તો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે ધરમપુર તાલુકામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિ-પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર ધરમપુર તાલુકાના શેરી મારા ગામના દામા ફળિયામાં રહેતા 40 વર્ષીય જીતેશભાઈ દલુભાઈ માહલા અને તેમની 35 વર્ષીય પત્ની રેખાબેન જીતેશભાઈ માહલા સોમવારના રોજ પોતાની બાઈક ઉપર શેરીમાળાથી કુરગામ જાનમાં ગયા હતા.

ત્યાંથી સાંજના સમયે જીતેશભાઈ અને તેમની પત્ની રેખાબેન બાઈક ઉપર ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમિયાન ધરમપુર અને નાનાપોંઢા રોડ બારોલીયા બ્રાહ્મણ ફળિયામાં પુરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે જીતુભાઈની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં જીતુભાઈ અને તેમના પત્ની ફંગોળાઇને રોડ પર નીચે પડ્યા હતા. આ ઘટનામાં જીતુભાઈ અને તેમના પત્ની રેખાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંને ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જીતુભાઈ અને રેખા બેનનું મૃત્યુ થતાં બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

તેમને એક દીકરો અને એક દીકરી હતી દીકરો ધોરણ-10માં અભ્યાસ કરે છે. જ્યારે દીકરી ધોરણ-7 માં અભ્યાસ કરે છે. સમગ્ર ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યાર બાદ બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને ધરમપુર પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાળકો મા-બાપ વગરના થઈ ગયા : ધરમપુરમાં લગ્નમાંથી પરત ફરતા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*