18 વર્ષના યુવકે એક વોઇસ મેસેજ મૂકીને એવું પગલું ભર્યું કે, આખું પરિવાર દોડતું થઈ ગયું…વોઈસ મેસેજમાં રડતા રડતા યુવકે એવું કહ્યું કે…

આજકાલ સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં એક 18 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ પગલું ભરતા પહેલા યુવકે એક વોઇસ મેસેજ પણ મૂક્યો હતો. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના અજમેરમાં બની હતી. યુવકે વોઈસ મેસેજમાં એવું કહ્યું હતું કે, ભીલવાડામાં રહેતી તેની ગર્લફ્રેન્ડના કારણે તે આ પગલું ભરી રહ્યો છે. યુવકની ગર્લફ્રેન્ડએ તેની સાથે છેતરપિંડી કરી હતી તેવી વાત જાણવા મળી રહે છે. યુવતી યુવકને બ્લેકમેઇલિંગ પણ કરતી હતી.

આજરોજ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને મૃતદેહને સંબંધીઓને સોંપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના રવિવારના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર રાહુલ પ્રજાપતિ નામને 18 વર્ષના યુવકે તેના ઘરમાં રૂમમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

જ્યારે તેનો મિત્ર તેને બોલાવવા માટે આવ્યો ત્યારે તેને રાહુલનું મૃતદેહ લટકતી હાલતમાં રૂમમાં જોયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ પરિવારના તમામ સભ્યો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પગલું ભર્યું તે પહેલા રાહુલે એક વોઇસ મેસેજ મોકલ્યો હતો. તેમાં તે રડતા રડતા કહી રહ્યો છે કે “મારું નામ રાહુલ છે. હું આજે મરવાનો છું. તેનું કારણ ભીલવાડામાં રહેતી તેની ગર્લફ્રેન્ડ છે. તે મને બ્લેકમેલ કરી રહી છે. તેને મારી સાથે છેતરપિંડી કરી હતી. આના કારણે હું આ પગલું ભરવા જઈ રહ્યો છું.

મળતી માહિતી અનુસાર રાહુલ અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચેના સંબંધો એક વર્ષથી ચાલી રહ્યા હતા. પરિવારના લોકોએ જણાવ્યું કે રવિવારના રોજ રાહુલ એકદમ ખુશ હતો. ત્યારે અચાનક તેને એક મેસેજ આવ્યો હતો અને તે થોડીક વાર બાદ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*