છેલ્લા થોડા દિવસોથી સમગ્ર દેશમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ તો એટલો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. ત્યારે આસામની વાત કરીએ તો, આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. રોડ-રસ્તાઓ પાણીથી રેલમછેલ થઇ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં તો ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે કામરૂપ જિલ્લાના ધૂહીબાલા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આ કારણોસર બરોલીયા નદીમાં પુર આવ્યું હતું. પૂરનું પાણી ગામમાં ઘૂસી જતાં ઘણી તારાજી સર્જાઇ હતી. ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં એક ઘર તણાઇ જવાનો વીડિયો સામે આવ્યો છે. ગામના કેટલાક લોકોએ આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જોતજોતામાં તો એક આખું મકાન પુરના જોરદાર પ્રવાહમાં તણાઈ જાય છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાણે રમકડાનું મકાન કેમ પાણીમાં તણાઈ ગયું હોય, તેમ આ મકાન પાણીમાં તણાઈ જાય છે. આ ઘટનાનો વીડિયો બીજા કાંઠે ઉભેલા કેટલાંક ગામના લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
એ તણાયું…! પૂરના પાણીમાં લોકોની નજર સામે આખુંને આખું ઘર પાણીમાં તણાઈ ગયું – જુઓ વિડિયો pic.twitter.com/zUfyQnmARq
— GUJJU ROCKZ (@gujju_rockz) June 18, 2022
આ ઉપરાંત દેશમાં વરસાદની વાત કરીએ તો દેશના અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. અનેક રાજ્યોમાં તો ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment