કેનેડામાં ગુજરાતી પરિવાર સાથે બનેલી એક દર્દનાક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ભટ્ટ પરિવારને પરિણીતાનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ ગુજરાતી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે અવારનવાર આવી ઘટનાઓ બનતી જ રહે છે.
ત્યારે હાલમાં કેનેડા સ્થિત નાયગ્રા ફોલસ સ્ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જવાના કારણે ગુજરાતી મહિલાનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જીત ભટ્ટ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની પત્ની નેહા ભટ્ટ અને પાંચ વર્ષના દીકરા રુદ્રાન્શ સાથે અમેરિકામાં રહે છે. એક દિવસ જીતભાઈ પોતાની પત્ની અને પાંચ વર્ષના દીકરા સાથે કેનેડામાં આવેલા નાયગ્રા ફોલ્સ ફરવા ગયા હતા.
અહીં ફરતી વખતે નેહાબેનનો અચાનક જ પગ લપસતા આખો પરિવાર ઊંડી ખીણમાં પડી ગયો હતો. આ કારણોસર નેહાબેનનું ઘટના સ્થળે દર્દનાક મોત થયું હતું. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર, આ દુર્ઘટના ની અંદર જીતુભાઈ અને તેમના 5 વર્ષના દીકરાને બચાવી લેવામાં આવ્યા હતા. બંનેને આ ઘટનામાં ગંભીર ઈજા પહોંચતી હતી.
જાણવા મળી રહ્યું છે કે આ દુર્ઘટના 13 ફેબ્રુઆરીના રોજ બની હતી. હાલમાં જીતુભાઈ અને તેમના પાંચ વર્ષના દીકરાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને સ્ટેટ પાર્ક પોલીસે મીડિયા અને જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ આ ઘટનામાં તેઓ મહિલાને બચાવી શક્યા નહીં. પોલીસે હેલિકોપ્ટરની મદદથી ખેડમાંથી મહિલાના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર નેહાબેન ખીણમાં પડ્યા ત્યારે તેઓ પોતાના પતિ અને દીકરા સાથે હતા. આ ઘટના કઈ રીતે બની તેની હજુ કોઈ પણ માહિતી પોલીસને મળી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ પાર્કમાં હાજર રહેલા સાક્ષીઓની પૂછપરછ કરી રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર જ્યાં આ ઘટના બની તે ખૂબ જ બરફીલો પ્રદેશ છે.
જેના કારણે બચાવ કામગીરી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ પોલીસે આ પરિસ્થિતિનો સામનો કરીને બાળક અને તેની માતા સુધી પહોંચ્યા હતા. પોલીસે બાળકોનો જીવ બચાવી લીધો પરંતુ તેઓ માતાનો જીવ બચાવી શક્યા નહીં. આ ઘટના બનતા જ ગુજરાતી પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment