દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઘટી રહી છે ત્યાં અમુક રાજ્યોમાં કોરોના ની ત્રીજી લહેરને લઈને ટેન્શન વધ્યું છે. દેશના ધીમે ધીમે અનલૉક ની પ્રક્રિયા શરૂ છે ત્યારે અમુક શહેરોમાં વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યો છે.
તેવામાં પુણે મ્યુનિસિપાલટી કોર્પોરેશને કોરોના ની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વિકેન્ડ લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધા છે. પુણેમાં વિકેન્ડ લોકડાઉન દરમિયાન બિન જરૂરી દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
ઉપરાંત 10 વાગ્યા બાદ કામ વગર બહાર નિકળવા પર પ્રતિબંધ લાગ્યો છે. અત્યાર સુધીમાં પ્રતિબંધો ના નિયમો ક્યાં સુધી ચાલશે તેની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.
ઉપરાંત બિન જરૂરી સામાન વાળા સ્ટોલ અને દુકાનો, મોલ, સલુન, બ્યુટી પાર્લર, સ્પા વગેરે વિકેન્ડ દરમ્યાન બંધ રહેશે.
પુણે મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા શહેરમાં 14 જુનથી કોરોના ના અમુક પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા હતા. તે સાથે સરકારી અને ખાનગી કાર્યાલય 50% સ્ટાફની ક્ષમતા સાથે સંચાલિત થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment