શું આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો? જાણો આજનો પેટ્રોલનો ભાવ…

Published on: 11:26 am, Mon, 28 June 21

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે આજે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ગઈકાલે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 35 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 25 પૈસાનો વધારો થયો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.52 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 88.95 રૂપિયા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ અત્યાર સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

જયપુર ઇન્દુર ભોપાલ ગંગાનગર હૈદરાબાદ જેસલમેર મુંબઈ રત્નાગીરી ઔરંગાબાદ લેહા વગેરે શહેરોમાં 100 રૂપિયાને પાર છે. છેલ્લા 32 દિવસ માં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 8.14 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 8.11 રૂપિયાનો વધારો થયો છે.

મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.56 અને ડીઝલનો ભાવ 96.48 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 98.36 રૂપિયા અને ડીઝલમાં 91.80 રૂપિયા છે.

ભોપાલમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 106.77 રૂપિયા અને ડીઝલ નો ભાવ 97.69 રૂપિયા છે. બેંગ્લોરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.81 રૂપિયા અને ડીઝલ નો ભાવ 94.30 રૂપિયા છે.

પટનામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.53 રૂપિયા અને ડીઝલ નો ભાવ 94.29 રૂપિયા છે. ગંગાનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 109.67 અને ડીઝલ ભાવ 102.12 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!