દેશમાં કોરોનાની મહામારી માં બીજી લહેર માં ઘણા લોકોના મૃત્યુ થયા હતા. કોરોના વાયરસનું સંક્રમણ દર્દીઓના ફેફસાને નુકસાન કરે છે. ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ કોરોનાની અસર જોવા મળે છે. ઉપરાંત કોરોના માંથી સાજા થનાર દર્દીઓને શરીર દુખાવો કે માથું દુખાવાની ફરિયાદ જોવા મળી છે.
કોરોના દર્દી સાથે જે લોકો લાંબા સમયથી ઘરેથી કામ કરી રહ્યા છે. તેમને પણ આંખ અને માથું દુખાવાની સમસ્યા ઉભી થઇ રહી છે. કોરોના માંથી સાજા થનાર દર્દીઓની ને આંખના રોગોની સંખ્યા ગત વર્ષ કરતાં બમણી થઇ છે. મહત્વનું એ છે કે બાળકોમાં પણ મુશ્કેલી વધી રહી છે.
ડોક્ટરોનું કહેવું છે કે કોરોના માંથી સાજા થનાર દર્દીઓને માથું દુખાવાની ફરિયાદ જોવા મળી રહી હતી. પરંતુ હવે દર્દીઓને તપાસ બાદ ન્યુરો અને નેત્રરોગ ના વિશિષ્ટ જ્ઞાનીની પાસે મોકલાયા છે.
ડોક્ટરોનું કહેવું છે કે આંખ નબળી થવાના કારણે દર્દીઓને માથું દુખાવાનો દર્દ વધે છે. દર્દીઓને કોરોનાની અસર શરીરના દરેક અંગ પર પડે છે.
ઉપરાંત કોરોના માંથી રિકવરી થયા બાદ આંખ પણ નબળી પડે છે. માહિતી મુજબ જાણવા મળ્યું છે કે દિલ્હી હોસ્પિટલમાં આવનાર 60 ટકા બાળકો એવા છે કે જે એક વર્ષથી શાળાએ ગયા નથી અને સતત ઓનલાઈન ક્લાસ કરી રહ્યા છે.
તેના કારણે આંખો ઉપર પહેલા કરતા વધુ સ્ટ્રેન પડે છે. તેમને કહ્યું કે જો કોઈપણ તકલીફ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment