મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી મહલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે પુર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. ત્યારે ગઈકાલે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વચ્ચે નાના વડાળા ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.
અહીં ગામના કોઝવે પરથી પસાર થતી ખાનગી શાળાની બસ અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બસની અંદર આઠ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સવાર હતા. આ ઘટના બનવાના કારણે બસમાં સવાર તમામ લોકોના જીવ તાળીએ ચોટી ગયા હતા.
આ ઘટના બનતા જ ગામના લોકોએ ભેગા મળીને બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા. આ કારણોસર મોટી દુર્ઘટના બનતી અટકી છે. હાલમાં ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર બસ જ્યારે કોઝવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક જ પાણીના જોરદાર પ્રવાહમાં બસ તણાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ગામના લોકોએ અને ફાયર વિભાગની ટીમે ભેગા મળીને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનામાં બસમાં સવાર તમામ લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા. ત્યારે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જામનગરમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ કોઝવે પરથી પસાર થતી વખતે પાણીમાં તણાઈ, ગામના લોકોએ વિદ્યાર્થીઓને બચાવ્યા – જુઓ ઘટનાનો વિડીયો pic.twitter.com/IYyODZdj2R
— GUJJU ROCKZ (@gujju_rockz) July 8, 2022
વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડવાના કારણે વાતાવરણમાં એક ઠંડક પ્રસરી ગઈ છે. અનેક જગ્યાએ તો અતિ ભારે વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment