ઓબીસી સમાજ ને તેમના સામાજિક હકો અપાવવા આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે : ઇસુદાન ગઢવી

Published on: 4:11 pm, Fri, 8 July 22

આમ આદમી પાર્ટી માંથી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ ઈશુદાન ગઢવી એક મહત્વના મુદ્દા પર મીડિયા ને સંબોધી હતી અને કહ્યું હતું કે ભાજપ સરકાર વારંવાર ઓબીસીએસસી અને એસટી વિરુદ્ધ અલગ-અલગ માનસિકતા દર્શાવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી ને અપાતી 10 ટકા અનામતને રદ કરવામાં આવી છે અને તેના કારણે ઓબીસી સમાજમાં રોષ ફેલાયો છે.

ઓબીસી સમાજનો હક ભાજપ સરકાર દ્વારા છીનવામાં આવ્યો છે. પરંતુ ભાજપ આજે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરતું નથી અથવા કોઈ ડિબેટ કરતું નથી. બે દિવસ પહેલા ભાજપ સરકારને અમારા દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે ઓબીસી સમાજ સાથે થઈ રહેલો અન્યાય બંધ કરો પણ ભાજપ સરકાર તરફથી તેનો કોઈ જવાબ મળ્યો ન હતો

અને આ કારણોસર આજે અમે માનનીય રાજ્યપાલજી સાથે મુલાકાત માટે પૂછીશું અને તેમને મળીશું અને ગંભીર મુદ્દા પર વિચાર કરશો.ભારતીય જનતા પાર્ટી ઓબીસી સમાજના બંધારણીય અધિકારો સાથે ખોટું કર્યું છે ને તેને રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં એસસી સમાજના આખો પણ ખોટું કરવામાં આવશે તેવું ઈશુદાન ભાઈએ જણાવ્યું હતું

અને તેઓએ વધુમાં કહ્યું કે આ રીતે દરેક સમાજના સામાજિક અધિકારો તે છીનવી લેશે.તમામ સમાજના લોકો ભાજપની નીતિઓથી પરેશાન થઈ ગયા છે ને ભાજપની અજનીતિ છે કે ભાષણમાં અલગ કહેવાનું ને કામ અલગ કરવાનું તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું. અમે પહેલેથી જ માંગ કરીએ છીએ કે ઓબીસી સમાજને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10% અનામત મળવું જોઈએ અને માનનીય રાજ્યપાલને મળ્યા બાદ આ મુદ્દે સકારાત્મક ઉકેલ નહી આવે તો અમે કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધીશું અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઓબીસી સમાજ ને તેમના સામાજિક હકો અપાવવા આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે : ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*