Steal a goat: દેશભરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહે છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ચોર અથવા તો લુટેરાઓ સોના-ચાંદી, રોકડા રૂપિયા અથવા તો બાઈક કે કારની ચોરી કરતા હોય છે. પરંતુ આજે આપણે એક એવી ચોરીની ઘટના વિશે વાત કરવાના છીએ, જેના વિશે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો.
આ ઘટનામાં કારમાં આવેલા વ્યક્તિએ રસ્તા ઉપર ઉભેલી બકરીની ચોરી કરી છે. બકરી ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ચોરીની ઘટના મધ્યપ્રદેશના બુરહાનપુરના નિયામતપુરામાંથી સામે આવી રહી છે. અહીં રસ્તા ઉપર ઉભેલી એક બકરીની ચોરી કરવામાં આવી છે.
બકરીની ચોરી કરનાર વ્યક્તિ પણ કારમાં આવ્યો હતો. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર ઉભેલી બકરીની પાસે એક કાર આવીને ઊભી રહે છે. ત્યાર પછી કારમાંથી એક વ્યક્તિ ઉતરે છે અને રસ્તા પર ઉભેલી બકરીને ઊંચકીને કારમાં મૂકી દે છે અને પછી તે પોતે કારમાં બેસીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે.
મિત્રો જાણવા મળી રહ્યું છે કે, બુરહાનપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બકરી ચોરીની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આ ઘટના બનતા સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે બકરી ચોર ફરીથી કાર લઈને બકરી ચોરવા માટે આવ્યો હતો.
ત્યાર પછી તેને ફરી એક વખત બકરી ની ચોરી કરી હતી. ત્યારે સ્થાનિક લોકોએ બકરી ચોરનો પીછો કર્યો હતો. જેના કારણે બકરી ચોર કાર અને બકરી મૂકીને ભાગી ગયો હતો. હાલમાં પોલીસે અજાણ્યા બકરા ચોર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment