આપણે જાણીએ છીએ કે જીવન જીવનના બે પાસા હોય છે સુખ અને દુઃખ. આ બન્નેમાંથી દરેક લોકોને પસાર થવું જ પડે છે ત્યારે દરેક લોકોના જીવનમાં સુખ અને દુઃખ બંને આવાના જ છે. અને દુનિયાનો નિયમ છે કે જન્મ લીધો છે તો સુખ અને દુઃખનો સામનો કરવો પડશે. એવામાં આજે આપણે એક પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે તો ક્યારેય સુખ જોયું જ નથી એમ કહીએ તો પણ નવાઈ નહીં.
આ પરિવારે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કર્યો છે. અને અંતે કહીએ તો તેના જીવનને ટૂંકાવી દેવામાં પણ તેઓ તૈયાર થઈ ગયા છે. તેમના વિશે વાત કરીએ તો આ પરિવાર છે. સુરતનો કે જેમાં પતિ-પત્ની બાળકો અને સાસુ બધા સાથે રહે છે. ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે અને જરૂરિયાતો પૂરી કરવા માટે ગણાતો તો વ્યક્તિ એટલે પુરુષ. તો આ પરિવારમાં તેમના પતિને આંખે દેખાતું નથી તેથી પરિવારને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે.
અને તેઓ સામનો પણ કરે છે. ત્યારે વાત કરીએ તો તેમના દીકરાને પણ આવી જ રીતે આંખની તકલીફ છે. તેની સારવાર માટે તો તેમની પાસે પૈસા તો નથી જ સાથે સાથે તેમના ગુજરાન ચલાવવા માટેની મુશ્કેલીઓ પણ ખૂબ જ પડે છે ત્યારે તેમની વેદના જણાવતા એ પરિવારની મહિલા કહે છે કે અમે લોકો આખો દિવસ સ્ટોન ચોંટાડીને કાઢીએ છીએ અને પરિવારનું ગુજરાન ચાલે છે.
તેમાંથી ક્યાં સુધી ઘર ચાલશે. આખો દિવસ કામ કરવા છતાં ઘર વખરી જેમાં કરિયાણા નું બિલ, ઘરનું ભાડું ભરી શકતા નથી. માંડ 200 રૂપિયા નું કામ થાય છે. તેમાંથી ઘરની આર્થિક વસ્તુઓ લાગે છે. અને વાત કરીએ તો તે લોકો આવી મુશ્કેલીઓમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. જે ખૂબ જ હૃદય કંપી આવે એવી વાત કહી શકાય.
17 વર્ષ થયાં આ બંનેના લગ્ન થયા હતા. ત્યારે આ મહિલાના પતિ બનશે અને તેમણે કોઇ પણ પ્રકારનું સારું સુખ જોયું જ નથી. એમ કહીએ તો નવાઇ નહીં. ગમે તેમ કરીને તેઓ તેમના દિવસો પસાર કરે છે. અને હકીકત જણાવતા કહીશ તો કેટલાક દિવસથી તો આ લોકોએ ભૂખ્યા રહ્યા છે માત્ર બાળકોનું પેટ ભરે છે.
આ પરિવારને તો ખાવામાં ફાફા પડે છે. અને ઘરનું કોઈક વસ્તુ લાવવું હોય તો પણ વિચાર કરે છે. કારણકે માત્ર મહિલા પર નિર્ભર આ પરિવાર ક્યાં સુધી તેમનું ગુજરાન ચલાવી શકશે એ એક મુદ્દો વિચારવા જેવો છે ત્યારે તમને આવા જરૂરિયાત મંદ લોકો ને મદદ કરવાની ઈચ્છા થાય. તમારે આવા લોકોની મદદ કરવી હોય તો નીચે આપેલા નંબર પર કોલ કરવા વિનંતી. 7600 900 300.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment