ખેડૂતોની ધરતીના તાતા કહેવાય છે. આ ઉપરાંત ખેડૂતોને અન્નદાતા પણ કહેવાય છે. ખેડૂતો ખેતીકામમાં આખો દિવસ ભારે મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આપણા દેશમાં ખેડૂતોને જેટલું સન્માન મળવું પડે તેટલું સન્માન મળતું નથી.
ટીવી, એસી અને અન્ય મોજશોખ વગર આપણે જીવી શકીએ છીએ. જે લોકો ટીવી અને એસી બનાવે છે તે લોકો કરોડપતિ છે. પરંતુ આપણા માટે અન્નદાતા કહેવાતા ખેડૂતો દિવસ રાત તડકામાં મહેનત કરે છે છતાં પણ તેઓ દિવસે ને દિવસે ગરીબ થતા જાય છે.
ખેડૂતો ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ મહેનત કરવાનું છોડતા નથી. ત્યારે હાલમાં આપણે એક એવા ખેડૂત વિશે જાણવાનાં છીએ, જે અપંગ હોવા છતાં પણ દિવસ રાત ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ખેડૂત નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પગ ન હોવા છતાં પણ ખેડૂત ખેતરમાં વાવણી કરી રહ્યા છે. તેઓ ટેકા વગર ચાલી પણ નથી શકતા અને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરીને ખેતી કામ કરી રહ્યા છે.
પોતાનો એક પગ ન હોવા છતાં પણ ખેતીકામ કરી રહેલા આ ખેડૂતે હિંમત જોઈને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે – મિત્રો એક વખત વિડીયો જરૂર જુઓ pic.twitter.com/RZ1H7F4fGi
— GUJJU ROCKZ (@gujju_rockz) March 28, 2022
દોસ્તો આવી હિંમત બધા લોકોમાં હોતી નથી આવી હિંમત માત્ર ને માત્ર આપણા દેશના ખેડૂતોમાં જ છે. તમે ઘણા આવ્યા પણ લોકોને જોયા હશે જેવો અપંગ હોવાના કારણે જીવનમાં હાર માની લે છે. પરંતુ આ ખેડૂત અપંગ હોવા છતા પણ હાર ન માનતા નથી. તેમનો આ જુસ્સો અને હિંમત જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે.
દોસ્તો જીવનમાં એક વાત યાદ રાખજો કોઈપણ દિવસ જન્મ દેનારી માતા અને અન્ય દેનારા ખેડૂતોને ભૂલતા નહીં. હંમેશા તે લોકોનું સન્માન કરજો. અને જો કોઈ પણ ગરીબ ખેડૂતને મદદની જરૂર હોય તો જરૂર મદદ કરજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment