રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ મુલાકાતે છે ત્યારે પાટીદાર આગેવાન અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના ઘરે રૂબરૂ જઇ તેમની મુલાકાત કરી હતી. બંને વચ્ચે બંધબારણે બેઠક થઇ હતી જેમાં પાટીદાર સંસ્થાઓ ની માંગણી અનુસાર
પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા અંગે વાત થઇ હતી.રાજકીય રીતે સૂચક ગણાતી આ બેઠકમાં પાટીલે નરેશ પટેલને કેસો પરત ખેંચવા ભાજપ સરકાર કટિબદ્ધ હોવાની વાત કહી છે તેવી માહિતી મળી રહી છે.
સાથે જ 78 જેટલા કેસો પરત વેચવાની તૈયારી સરકાર કરી રહી છે તે વાત રૂબરૂ જઈ નરેશ પટેલને કહી રોષ ભભુકે તે પહેલાં ઠારવાના પ્રયાસ કરાયો હોય તેવો આ બેઠક પરથી સ્પષ્ટ તારણ નીકળે છે.બેઠક બાદ નરેશ પટેલ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, મને ખાતરી છે કે
જલ્દીથી આ કેસો પરત લેવામાં આવશે.પાટીદારો સામે કેસ પરત ખેંચવાની મને જાણ કરી હતી. પાટીલ સાહેબ આ વિશે નિવેદન આપ્યું છે અને મને અઠવાડિયા પહેલા પાટીલ મળવા આવવાના છે તેની જાણ હતી. ટૂંક સમયમાં પાટીદારો સામેના કેસ પાછા ખેંચાશે તેવી બાહેધરી પાટીલે આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment