એક સાથે ચાર વાહનો વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

Published on: 3:47 pm, Sat, 20 November 21

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી જાય છે ત્યારે આંકલાવ તાલુકાના ગંભીરા પાસે એક ચોંકાવનારી અકસ્માતની ઘટના બની છે જેમાં ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર અહીં બે ટ્રક, બાઇક અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ બપોરના સમયે આંકલાવ ગંભીરા પાસે પુરપાટ ઝડપે જતા ટેન્કર અને ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક બાઇક ચાલક અને કાર ચાલક પણ અડફેટે ચડીયા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનની અંદર ફસાઈ ગયો હતો તેને બહાર કાઢવામાં લગભગ એક કલાક લાગી હતી. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના કારણે રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો પોલીસે જહેમત બાદ ટ્રાફિક જામને દૂર કર્યો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!