દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે થોડા દિવસ પહેલાં એક જંગલમાંથી એક યુવક અને યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. બંનેના શરીર ઉપર એક પણ કપડું ન હતું અને યુવકનો પ્રાઇવેટ પાર્ટ પણ તેના શરીરથી અલગ હતો. આ કાળજુ કંપાવી દેનારી ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.
ત્યારે આ ઘટનાને લઈને પોલીસે ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે. પોલીસે આ ઘટનાને લઈને એક તાંત્રિક ની ધરપકડ કરી છે. 55 વર્ષીય ભાવેશ જોશી નામના તાંત્રિકે મૃતકો સાથેના સંબંધ છુપાવવા માટે તેમનો જીવ લીધો હતો. મૃત્યુ પામેલા યુવક-યુવતી અને તાંત્રિક ઘણા સમયથી એકબીજાને ઓળખતા હતા. તાંત્રિક ને ડર હતો કે યુવતી સાથેનો તેનો સંબંધ બધાની સામે ન આવી જાય આ બાબતે તેને બંનેનો જીવ લઈ લીધો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતીનું નામ સોનું હતું અને 31 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તાંત્રિક ભાલેશ અને સોનુ પાંચ વર્ષ પહેલા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ સોનુ અવારનવાર ભાલેશ આશ્રમમાં આવતી હતી. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધી ગઈ. ત્યારબાદ બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ સંબંધ બંધાઈ ગયા.
જ્યારે રાહુલ નો પરિવાર પણ આ તાંત્રિક પાસે આશ્રમમાં જતો હતો. આ દરમિયાન રાહુલ અને સોનુ વચ્ચે પણ મિત્રતા થઈ ગઈ હતી. રાહુલ અને સોનુની મિત્રતા ધીમે ધીમે પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ હતી. રાહુલ પોતાની પત્ની સાથે આશ્રમમાં આવતો હતો. ત્યારે તાંત્રિકે રાહુલને પત્નીને કહ્યું હતું કે, તારા પતિના કોઈ અન્ય મહિલા સાથે સંબંધ છે. જ્યારે બીજી તરફ સોનુ તાંત્રિકને બ્લેકમેલ કરી હતી કે, જો તું તેના અને રાહુલ વચ્ચેના સંબંધ વિશે કોઈને કહીશ તો તે તાંત્રિક સાથેનો સંબંધ જાહેર કરી દેશે.
જેનાથી તાંત્રિક ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને તેને રાહુલ અને સોનુ નો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. 7 નવેમ્બર ના રોજ એટલે કે ઘટનાના દિવસે આરોપી તાંત્રિક યુવક અને યુવતીને વિશેષ પૂજા કરવાનું કહીને જંગલમાં લઈ ગયો હતો. ત્યારબાદ તાંત્રિકે બંનેને ત્યાં ખુલ્લામાં સંબંધ બાંધવાનું કહ્યું હતું. આ દરમિયાન તાંત્રિકે બંનેની આંખોમાં ફેવિકીક નાખી દીધી હતી.
ફેવિકિક એક આંખમાં જતા જ યુવક અને યુવતી તરફડિયા મારવા લાગ્યા હતા. ત્યારબાદ તાંત્રિકેદાર વસ્તુ વડે બંનેનો જીવ લઈ લીધો હતો. 15 મિનિટ સુધી તાંત્રિકે બંને ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર તાંત્રિકે રાહુલનો પ્રાઇવેટ પાર્ટ પણ તેના શરીરથી અલગ કરી નાખ્યો હતો અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર આરોપી તાંત્રિક 150 મીલી ફેવીકેક સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે સીસીટીવી ફૂટેજમાં તાંત્રિક નજરે ચડ્યો હતો. ત્યારબાદ શંકાના આધારે પોલીસે તાંત્રિકની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન તાંત્રિકે પોતાનો ગુનો કબૂલ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment