મિત્રો સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને સુરત શહેરમાં ટેમ્પા ચાલકો બેફામ બનીને ટેમ્પો ચલાવી રહ્યા છે. જેના કારણે ઘણી વખત ગંભીર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેમ્પો અને મોપેડ વચ્ચે ટક્કર થતાં અકસ્માતની ઘટના બની છે.
આ ઘટનામાં એકટીવા ચાલક ગોપાલભાઈ મકવાણા નામના વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ગોપાલભાઈનું તેમની દીકરીની નજર સામે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ગોડાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે ટેમ્પા ચાલકની અટકાયત કરી છે. ગોપાલભાઈનું મૃત્યુ થતાં બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તોડપાડ ઝડપે આવતા ટેમ્પા ચાલકે એકટીવા ચાલકને અડફેટેમાં લીધા હતા.
ભરતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે એકટીવા પર સવાર 42 વર્ષીય ગોપાલભાઈ પોતાની દીકરી સાથે ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેઓ ધ્રુવ પાર્ક પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન સામેથી આવતા GJ 05 8554 નંબરના ટેમ્પાચાલકે તેમને અડફેટેમાં લીધા હતા. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં એકટીવા ચાલક ગોપાલભાઈ નું ઘટના સ્થળેથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની દીકરીને હાથના અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે તાત્કાલિક ગોપાલભાઈ અને ઇજાગ્રસ્ત થયેલી તેમની દીકરીને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ત્યારબાદ પોલીસે ટેમ્પો કબજે લઈને ટેમ્પા ચાલકની અટકાયત કરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગોપાલભાઈનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગોપાલભાઈના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment