યુવતીને રિસોર્ટમાં લઈ જઈને તેનું ગળું…ત્યારબાદ યુવકે વિડીયો બનાવ્યો અને કર્યું એવું કે…વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

સમગ્ર દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ. જે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. થોડાક દિવસ પહેલા એક યુવતીનું મૃતદેહ એક રિસોર્ટના બંધ રૂમમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર યુવતી એક યુવક સાથે રિસોર્ટ પર આવી હતી. બે દિવસ સુધી યુવતી યુવક સાથે રિસોર્ટ પર રહી અને અચાનક જ ત્યારબાદ યુવક રિસોર્ટ છોડીને ચાલ્યો ગયો હતો અને રિસોર્ટના સ્ટાફને રૂમમાંથી યુવતીનું મૃતદેહ મળ્યું હતું. આ ઘટનાના ચાર દિવસ બાદ શુક્રવારના રોજ સવારે એટલે કે આજરોજ સવારે આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક છોકરો એક છોકરીનો જીવ લીધા બાદ એક વિડીયો બનાવતો જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં છોકરો ગુસ્સામાં કહી રહ્યો છે કે “બેવફાઈ ન કરવી”… આ પછી તે મન ફાવે તેવી ગાળો બોલી રહ્યો છે. બેવફાઈ કરનારની કિસ્મતમાં આવું જ હોય છે…

જ્યારે યુવક વિડીયો બનાવી રહ્યો હતો ત્યારે યુવતીનો શ્વાસ ચાલી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે યુવતીનું મૃતદેહ મળ્યું ત્યારે તેના હાથના ભાગે અને ગળાના ભાગે ધારદાર વસ્તુના પ્રહારના નિશાનો જોવા મળ્યા હતા. મૃત્યુ પામેલી યુવતીનું નામ શિલ્પા હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. સોમવારના રોજ મેખલા રિસોર્ટના એક રૂમમાંથી તેનું મૃતદેહ મળી આવ્યું હતું.

યુવતીના મૃત્યુના ચાર દિવસ બાદ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું છે. મંગળવાર અને બુધવાર ના રોજ યુવતીના ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક ફોટાઓ અપલોડ કરવામાં આવ્યા હતા. ગુરૂવારના રોજ આ તમામ ફોટાઓ કાઢી નાખવામાં આવ્યા હતા. થોડીક વાર બાદ ફરીથી બે નવા ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા.

જેમાં યુવક અને યુવતી હોટલને રૂમમાં નજરે પડે તેવું જોવા મળી રહ્યું છે. સૂત્રો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હજુ સુધી આ અંગે પોલીસે કોઈપણ પ્રકારની જાહેરાત કરી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. પોલીસની તમામ તપાસ પૂર્ણ થયા બાદ આ ઘટનાનું સાચું કારણ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*