સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાંડેસરા વિસ્તારમાં એક આધેડ વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. મળતી માહિતી અનુસાર અહીં લુમ્સના ખાતામાં કામ કર એક આધેડ વ્યક્તિનું મોત થયું હતું. આધેડ વ્યક્તિના મોતના બીજા દિવસે શેઠે આ વાતની જાણ તેના પરિવારજનોને કરી હતી.
ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યોમાં ભારે રોષમાં ભરાયા હતા. એટલું જ નહીં પરંતુ પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં 49 વર્ષીય મઠલ્લુસિંગ રામદેવસિંગ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેતા હતા.
તેમના પરિવારમાં તેમની પત્ની, બે દીકરા અને એક દીકરી છે. મઠલ્લુસિંગ પાંડેસરા વિસ્તારમાં આવેલી યુનિટી ઇન્ડસ્ટ્રીમાં લુમ્સના ખાતામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 30 ઓગસ્ટના રોજ તેઓ નાઈટ પાળીમાં કામ કરવા માટે ગયા હતા.
31 મેના રોજ સવારે જ્યારે કારખાનાના છે કે કારખાનું બંધ કર્યું ત્યારે જાણ થાય કે મઠલ્લુસિંગનું મોત થયું છે. પછી છ કલાક બાદ શેઠે આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને કરી હતી. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને લાવારીશ તરીકે મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. મઠલ્લુસિંગનું મોત કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
પરિવારના સભ્યો કહી રહ્યા છે કે અમારે ન્યાય જોઈએ. પોલીસ જ્યાં સુધી કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. જ્યારે શેઠ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો અને શેઠ વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment